એક વર્ષમાં ૨૦થી વધુ સોનાની પગડી: દિનેશ દેસાઈનું સામાજિક યોગદાન બન્યું પ્રેરણાનું ઉદાહરણ
કલોલ તાલુકાના અડીસનાનપુર ગામે ૫૧ દીકરીઓના સામૂહિક લગ્નનું ઐતિહાસિક આયોજન કરીને દિનેશ હરિશભાઈ દેસાઈએ સમાજસેવાની મિસાલ પેશ કરી. પોતાની આવકમાંથી કરોડો રૂપિયા ખર્ચીને કરાવેલા આ લગ્ન સમારોહને એક વર્ષ પૂર્ણ થતાં ૬૦૦થી વધુ પગડી અને ૨૦થી વધુ સોનાની પગડીથી સન્માનિત.
નિ:સ્વાર્થ ભાવે સમાજસેવા કરનાર વ્યક્તિઓના કાર્યોની ખુશબો હંમેશા જીવંત રહે છે. આ વાત આજે દિનેશ હરિશભાઈ દેસાઈના જીવન સાથે પૂરેપૂરી સાચી બેસે છે.
ગયા વર્ષે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના અડીસનાનપુર ગામે આયોજિત ૫૧ દીકરીઓના ભવ્ય સામૂહિક લગ્ન સમારોહને એક વર્ષ પૂર્ણ થયું છે. આ આયોજન માત્ર એક સામાજિક કાર્યક્રમ નહોતો, પરંતુ સમાજસેવાનું ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.
માત્ર ૩૨ વર્ષની ઉંમરે દિનેશ દેસાઈએ “ન ભૂતો ન ભવિષ્યતિ” જેવા ભવ્ય આયોજનને પોતાના સ્વયંના ખર્ચે સંપન્ન કર્યું. સૌથી વિશેષ વાત એ છે કે તેમણે આ કાર્ય માટે કોઈ બહારની મદદ લીધી નહોતી. પોતાની મહેનતની કમાણીમાંથી કરોડો રૂપિયા ખર્ચીને ૫૧ દીકરીઓના લગ્ન અત્યંત સન્માન અને ગૌરવ સાથે કરાવ્યા.
આ પહેલ દ્વારા દિનેશ દેસાઈએ માત્ર રબારી સમાજ જ નહિ, પરંતુ આખા ગુજરાતના લોકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવી લીધું છે. આ આયોજન પાછળ તેમની ભાવના સ્પષ્ટ હતી: “કોઈ પણ દીકરીને પોતાના લગ્નમાં સાધારણતાનો અનુભવ ન થાય.”
સમાજસેવાના સંસ્કાર તેમને તેમના પિતા હરિશભાઈ દેસાઈ પાસેથી વારસામાં મળ્યા છે, જેઓ વર્ષોથી એક આદરણીય સામાજિક અને રાજકીય વ્યક્તિત્વ છે.
ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે દિનેશ દેસાઈએ આ સફળતાનો શ્રેય પોતાને આપવાને બદલે svગામ, પરિવાર અને સમાજને આપ્યો, જે તેમના વિનમ્ર અને પ્રેરણાદાયી વ્યક્તિત્વને દર્શાવે છે.
આ ઐતિહાસિક આયોજન બાદ રાજ્યભરની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા તેમને સતત સન્માનિત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમને ૬૦૦થી વધુ પારંપરિક પગડી અને ૩૫થી વધુ સોનાની પગડી પહેરાવીને સન્માન આપવામાં આવ્યું છે.
આ સન્માન એ વાતનું પ્રમાણ છે કે તેમણે સમાજના દરેક વર્ગમાં પોતાની ઓળખ બનાવી છે અને તમામ વયના લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.