સેનાની મજાક ઉડાવવા બદલ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા મુશ્કેલીમાં મુકાઇ, ટ્વિટર પર 'બૉયકોટ ફુકરે 3' ટ્રેન્ડિંગ

જો કે અભિનેત્રીએ તેના ટ્વીટ પર માફી માંગી છે, પરંતુ યુઝર્સ તેને માફ કરવાના મૂડમાં નથી.

Nov 26, 2022 - 02:14
 0
સેનાની મજાક ઉડાવવા બદલ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા મુશ્કેલીમાં મુકાઇ, ટ્વિટર પર 'બૉયકોટ ફુકરે 3' ટ્રેન્ડિંગ
સેનાની મજાક ઉડાવવા બદલ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા મુશ્કેલીમાં મુકાઇ, ટ્વિટર પર 'બૉયકોટ ફુકરે 3' ટ્રેન્ડિંગ

બોલિવૂડ એક્ટ્રેસ અને અલી ફઝલની પત્ની રિચા ચઢ્ઢાના તાજેતરના ટ્વીટ પર હંગામો સતત વધી રહ્યો છે. એક તરફ જ્યાં ઘણા સ્ટાર્સ એક્ટ્રેસના ટ્વિટની નિંદા કરી રહ્યા છે, તો બીજી તરફ ટ્વિટર પર એક્ટ્રેસની આગામી ફિલ્મ 'ફુકરે 3'નો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે અભિનેત્રીએ તેના ટ્વીટ પર માફી માંગી છે, પરંતુ યુઝર્સ તેને માફ કરવાના મૂડમાં નથી.

યુઝર્સે 'ફુકરે 3' ના બહિષ્કારની માંગ કરી

ટ્વિટર પર ઘણા યુઝર્સે રિચા ચઢ્ઢાની ટીકા કરી છે અને તેની ફિલ્મ 'ફુકરે 3'નો બહિષ્કાર કરવાની માંગ કરી છે. યુઝર્સ કહે છે, “ભારતીય સેનાની સામે તમારી ઓકાત શું...તમે પૈસા માટે કંઈ પણ કરી શકો છો. તમે જે કહ્યું તેના માટે શરમ આવી જોઇએ..#રિચા ચઢ્ઢા #BoycottFukrey3," જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "બહિષ્કારનો સંઘર્ષ ચાલુ છે, હવે ફુકરે 3નો વારો છે,બોલીવુડ આપણી સંસ્કૃતિને ખાઈ રહ્યું છે. ઉધઈ જેવી છે તેથી તેનો બહિષ્કાર કરવો જરૂરી છે.તમને જણાવી દઈએ કે, તેના ટ્વીટમાં, વર્ષ 2020માં ગાલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સેના વચ્ચેની અથડામણની યાદ અપાવતા, રિચાએ લખ્યું- 'ગલવાન કહે છે હાય. જો કે, નિંદા બાદ અભિનેત્રીએ તેના ટ્વિટ પર માફી પણ માંગી હતી. તેણે માફી માંગી અને કહ્યું કે જો મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું દિલગીર છું.. મારા પોતાના દાદા આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ હતા.. 1960ના દાયકામાં ભારત-ચીન યુદ્ધમાં તેમને પગમાં ગોળી વાગી હતી.. મારા મામા પેરાટ્રૂપર હતો..તે મારા લોહીમાં છે.