મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 – જાણો મનિકા વિશ્વકર્મા કયા જવાબથી વિજેતા બન્યા

હાલમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 સ્પર્ધામાં રાજસ્થાનના શ્રીગંગાનગરની રહેવાસી મનિકા વિશ્વકર્માએ વિજેતાનો તાજ જીતી લીધો છે.

Fri, 22 Aug 2025 09:54 PM (IST)
 0
મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 – જાણો મનિકા વિશ્વકર્મા કયા જવાબથી વિજેતા બન્યા
મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 – જાણો મનિકા વિશ્વકર્મા કયા જવાબથી વિજેતા બન્યા

જયપુર [ભારત], 21 ઓગસ્ટ: હાલમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 સ્પર્ધામાં રાજસ્થાનના શ્રીગંગાનગરની રહેવાસી મનિકા વિશ્વકર્માએ વિજેતાનો તાજ જીતી લીધો છે. હવે મનિકા ભારતનું પ્રતિનિધિત્વ 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં કરશે. પણ શું તમે જાણો છો કે તેમને કયો એવો પ્રશ્ન પુછાયો હતો જેના જવાબથી તેમણે બધાને પ્રભાવિત કરી દીધા અને વિજેતાની ખુરશી સુધી પહોંચી?

આ સ્પર્ધામાં દેશભરના અનેક સ્પર્ધકો સામેલ હતા, પણ મનિકાએ પોતાના આત્મવિશ્વાસ અને દૃઢતાથી સૌને પાછળ મૂકીને વિજય મેળવ્યો. ખાસ વાત એ છે કે મનિકા અગાઉ 2024માં મિસ યુનિવર્સ રાજસ્થાનનો પણ ખિતાબ જીતી ચૂક્યા છે. તેઓ હાલમાં દિલ્હીમાં રહે છે અને પોતાની શૈક્ષણિક સાથે સાથે મોડેલિંગ અને સ્પર્ધાઓ માટે તૈયારી પણ કરે છે.

ફાઇનલ રાઉન્ડનો નિર્ણાયક પ્રશ્ન

ફાઇનલ રાઉન્ડમાં મનિકાને પુછવામાં આવ્યું:
"તમે મહિલાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું પસંદ કરશો કે ગરીબ પરિવારોને આર્થિક મદદ કરવાનું?"

મનિકાએ જવાબ આપ્યો:
"મહિલાઓ લાંબા સમય સુધી શિક્ષણથી વંચિત રહી છે. આજે પણ અડધી વસ્તી શિક્ષણથી દૂર છે. તેથી ઘણા પરિવારો ગરીબીમાં જીવી રહ્યા છે. જો મને પસંદગી કરવાની તક મળે તો હું મહિલાઓના શિક્ષણને પ્રાથમિકતા આપીશ. આ ફક્ત વ્યક્તિનું નહીં પણ દેશ અને દુનિયાનું ભવિષ્ય બદલી શકે છે. બંને બાબતો મહત્વપૂર્ણ છે, પણ લાંબા ગાળાના લાભ માટે યોગ્ય પગલું એટલું જ જરૂરી છે."

મિસ યુનિવર્સ બનવા માટેની માર્ગદર્શિકા

મિસ યુનિવર્સ બનવા ઇચ્છતા ઉમેદવારો માટે સ્વવિશ્વાસ સૌથી પહેલું પગથિયો છે. ફિટનેસ, હેલ્થ, સંવાદ ક્ષમતા, પબ્લિક સ્પીકિંગ, પર્સનાલિટી અને ગ્રુમિંગ પર ધ્યાન આપવું જોઇએ. નાનકડી સ્પર્ધાઓમાં ભાગ લઇને અનુભવ મેળવો અને રોજેરોજ પpraktice ચાલુ રાખો. આ બધી બાબતો આપને મજબૂત ઉમેદવાર બનાવે છે.