સેમસંગનો સૌથી પાતળો ફોન 200MP કેમેરા સાથે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
સેમસંગએ લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી પાતળો Galaxy S25 Edge સ્માર્ટફોન, જેમાં છે 200MPનો પાવરફુલ કેમેરા, Snapdragon 8 Elite પ્રોસેસર અને Gorilla Glass Ceramic 2નું પ્રોટેક્શન. જાણો કિંમત અને ફિચર્સ.

સેમસંગે તેના અત્યાર સુધીના સૌથી પાતળા સ્માર્ટફોન Samsung Galaxy S25 Edge ને એક પ્રિ-રેકોર્ડેડ યુટ્યુબ વીડિયોના માધ્યમથી સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની જાડાઈ માત્ર 5.8mm છે, જે અત્યાર સુધીના તમામ Galaxy S સિરીઝના ફોનમાં સૌથી પાતળું છે. સાથે જ, તેમાં 200MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે ફોટોગ્રાફી પ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ છે. આ સ્માર્ટફોનમાં Gorilla Glass Ceramic 2નું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.
ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ:
-
ડિસ્પ્લે: Galaxy S25 Edge માં 6.7-ઇંચનો QHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 2,600 નિટ્સની પીક બ્રાઈટનેસ છે.
-
પ્રોસેસર: આમાં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર છે, જે Galaxy S25 સિરીઝના અન્ય ફોનમાં પણ જોવા મળ્યું હતું.
-
રેમ અને સ્ટોરેજ: ડિવાઈસમાં 12GB LPDDR5x રેમ અને 256GB/512GB UFS 4.0 સ્ટોરેજના વિકલ્પ ઉપલબ્ધ છે.
-
કેમેરા: ફોટોગ્રાફી માટે તેમાં 200MPનો પ્રાઈમરી કેમેરા, 12MPનો અલ્ટ્રા વાઇડ સેન્સર, અને 12MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
-
બેટરી: ફોનમાં 3,900mAhની બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ માત્ર 30 મિનિટમાં 55% ચાર્જ થઈ જાય છે.
-
સોફ્ટવેર: આ સ્માર્ટફોન Android 15 પર આધારિત One UI 7 સાથે આવે છે, જેમાં Galaxy AI ફિચર્સ જેમ કે Drawing Assist અને Audio Eraser સામેલ છે.
-
કનેક્ટિવિટી: તેમાં 5G, Wi-Fi 7, Bluetooth 5.4, અને Titanium Alloy Frame જેવી કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. ફોનનું વજન 163 ગ્રામ છે અને તે IP68 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્ટ છે.
કિંમત અને ઉપલબ્ધતા:
Samsung Galaxy S25 Edgeના વૈશ્વિક પ્રી-ઓર્ડરની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ભારત પણ સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું છે કે આ સ્માર્ટફોન 23 મેથી વૈશ્વિક સ્ટોરમાં $1,099.99 (લગભગ ₹94,000) ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ રહેશે.
ભારતમાં લોન્ચ ઇવેન્ટ રદ:
એક અહેવાલ મુજબ, ભારત-પાકિસ્તાન તણાવને કારણે ભારતમાં Galaxy S25 Edgeનું લોન્ચ ઇવેન્ટ રદ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ સ્માર્ટફોન Amazon અને અન્ય રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ રહેશે. ભારતમાં Samsungની અધિકૃત વેબસાઇટ પર તેને આજે બપોરે 2 વાગ્યે થી પ્રી-ઓર્ડર કરી શકાય છે.