ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી આપશે હાજરી

Mar 17, 2023 - 18:24
 0
ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી આપશે હાજરી
ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 માર્ચે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. ગાંધીનગર અને વડોદરામાં કાર્યક્રમોમાં હાજર રહેશે. ગૃહમંત્રીનો પ્રવાસ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. શાહનું ગુજરાતમાં કુલ ત્રણ દિવસનું રોકાણ રહેશે. આ પછી તે દિલ્હી પરત ફરશે. 

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાશે આવશે. આ દરમિયાન ગૃહમંત્રી સરકારી બેઠકો સિવાય અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.  કેન્દ્રમાં ગૃહ વિભાગની સાથે સહકારી વિભાગ સંભાળી રહેલા અમિત શાહ ભારતીય ડેરી એસોસિએશનના કાર્યક્રમ સાથે તેમના પ્રવાસની શરૂઆત કરશે. તેઓ અમદાવાદ પહોંચી ફરી ગાંધીનગર પહોંચશે અને આ કાર્યક્રમમાં પોતાનું સંબોધન આપશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 માર્ચે આવશે. પોતાના પ્રવાસના પહેલા દિવસે ગૃહમંત્રી અમિત શાહ પાંચ કાર્યક્રમોમાં ભાગ લેશે. ગયા અઠવાડિએ ગૃહ પ્રધાને તેમના સંસદીય મતવિસ્તાર અને અમદાવાદને લગતા રૂ. 154 કરોડના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું.

મત વિસ્તારના આ કાર્યક્રમોમાં હાજરી આપશે 
ભારતીય ડેરીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગૃહમંત્રી ગાંધીનગરમાં બપોરે 12 કલાકે જિલ્લા વિકાસ સંતુલન અને દેખરેખ સમિતિની બેઠક લેશે. આ પછી શાહની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ભોજન અભિયાનનો પ્રારંભ કરાવશે. તે સમય બપોરે 2 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. શાહ ત્યારબાદ બપોરે 3 વાગ્યે કલોલ પહોંચશે અને નારદીપુર તળાવનું ઉદ્ઘાટન કરશે. 

વડોદરાના કાર્યક્રમોમાં પણ આપશે હાજરી

તેઓ અહીં વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. MSUના 71માં દિક્ષાંત સમારોહમાં 15,000 વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમોમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે. ગુજરાતના શિક્ષણ મંત્રી અને કુલપતિ શુભાંગિની રાજે ગાયકવાડ અને વાઇસ ચાન્સેલર પ્રો. ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી બાકીના બે દિવસ પણ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને પણ મળશે. ચૂંટણીમાં મોટી સંખ્યામાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.