સિદ્ધાંત મોશન પિક્ચર્સ રજૂ કરે છે ગુજરાતી સિનેમામાં માતૃત્વની મહેક , 'મલુમાડી'

ગુજરાતી સિનેમા એક અવનવી રચનાનું સ્વાગત કરવા જઈ રહ્યું છે, જે માત્ર પડદા સુધી જ સિમિત નથી, પણ સીધી દર્શકોનાં દિલ સુધી પહોંચે છે. “મલુમાડી”, સિદ્ધાંત મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત અને વિક્રમ પટોળિયા તથા કિરણ ખોખાણી દ્વારા નિર્મિત, 30 જાન્યુઆરી 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કોઈ કલ્પિત નાયિકાની નથી. આ ફિલ્મ છે, દરેક ગુજરાતી ઘરની માતાની. “ગુજરાતની મધર ઇન્ડિયા” તરીકે ઓળખાવતી મલુમાડી ગુજરાતી માતાઓના નિઃસ્વાર્થ પ્રેમ, અડગ હિંમત અને મૌન બલિદાનને ભાવનાત્મક રીતે રજૂ કરે છે. એવું માત્રુત્વ, જે પોતે પાછળ રહીને પરિવારને આગળ ધપાવે છે. દિગ્દર્શક મિલન જોશીની સંવેદનશીલ દિગ્દર્શન હેઠળ, મલુમાડી પ્રેમ, ત્યાગ અને પરિવારની એકતાની એવી વાર્તા કહે છે, જે પેઢીઓ સુધી પડઘો પાડે. આ એક સંપૂર્ણ ક્લીન, કુટુંબ-મૈત્રીપૂર્ણ ફિલ્મ છે , જેમાં લાગણી છે, સંસ્કાર છે અને સત્ય છે. મલુમાડી એક એવી વાર્તા કહે છે જે દરેક ગુજરાતી ઘરમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે , જ્યાં માતા પરિવારનાં ભાવનાત્મક સ્તંભ તરીકે અડીખમ ઉભી રહે છે. ફિલ્મનો આ સંવાદ તેની આત્માને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે: “આ નાત જાતના વાડા કરીને મારા પાપે નથી ભરાવુ” આ શબ્દો માત્ર સંવાદ નથી , આ છે એક માતાની નૈતિક હિંમત, જે સમાજના ભેદભાવ સામે માનવતાને પસંદ કરે છે. ફિલ્મ આજના સામાજિક પ્રશ્નોને સંવેદનશીલ રીતે સ્પર્શે છે, અને સાથે સાથે યાદ અપાવે છે કે પરિવારની સાચી શક્તિ એક બીજાનાં પ્રેમમાં છે, વિભાજનમાં નહીં. ફિલ્મનું સંગીત હરમાન મેર દ્વારા આપવામાં આવ્યુ છે અને ગીતોનાં બોલ કિરણ ખોખાણી દ્વારા લખાયેલા છે. ખાસ કરીને ટાઇટલ ટ્રેક માતૃત્વના પ્રેમ અને મૌન બલિદાનને એટલી રળતાથી વ્યક્ત કરે છે કે સાંભળ્યા બાદ શબ્દો કરતા લાગણી વધુ છલકે છે. મુખ્ય ભૂમિકામાં ભારતી ઠક્કર નો અભિનય માત્ર જોવા પુરતો નહીં પરંતુ અનુભવ ને પાત્ર છે. આ તેમની અત્યાર સુધીની સૌથી સંવેદનશીલ અને પ્રભાવશાળી ભૂમિકાઓમાંની એક ગણી શકાય છે. સાથે જ મજબૂત કલાકારમંડળ , આકાશ પંડ્યા, પ્રિયમ તલાવિયા, ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા, આશીતોષ સોલંકી અને પીઢ કલાકારો અશોક પટેલ તથા નિહારિકા દવે ફિલ્મની પ્રતિભામાં વધારો કરતા જોવા મળે છે. સિનેમેટોગ્રાફર જયેશ કૌશિકનો અનુભવ ફિલ્મને વાસ્તવિકતા અને ભાવનાત્મક હૂંફ આપે છે. પ્રોજેક્ટનું સંચાલન પાર્થ નાવડિયા દ્વારા અને પ્રોડક્શન હેડ ભારત ડોંડા દ્વારા કરવામાં આવ્યુ છે. નિર્માતા વિક્રમ પટોળિયા કહે છે, “મલુમાડી માત્ર ફિલ્મ નથી , તે દરેક ઘરની વાર્તા છે. જ્યાં એક માં શાંતિથી ઘરની બાંધી મુઠ્ઠી રાખે છે જે રીતે એક પરિવારને જોડી રાખે છે. આ ફિલ્મ એવી બધી માતાઓની ભાવનાને ન્યાય કરતો અમારો એક નાનકડો પ્રયાસ છે.” નેક્સા ઇન્ફોટેક દ્વારા સંચાલિત ડિજિટલ પ્રમોશન સાથે, મલુમાડીએ સોશિયલ મીડિયા પર પહેલેથી જ ભાવનાત્મક જોડાણ બનાવી લીધું છે. ટ્રેલરને યુ-ટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ઉત્સાહભર્યા પ્રતિસાદ મળ્યા છે, અને #malumadifilm સતત લોકપ્રિય બની રહ્યું છે. ટ્રેલર: https://youtu.be/U_bxfFQ3F6w ફિલ્મ ક્રેડિટ્સ પ્રસ્તુત: સિદ્ધાંત મોશન પિક્ચર્સ નિર્માતા: વિક્રમ પટોળિયા, કિરણ ખોખાણી દિગ્દર્શક: મિલન જોશી લેખક અને ગીતકાર: કિરણ ખોખાણી પ્રોજેક્ટ બાય : પાર્થ નાવડિયા પ્રોડક્શન હેડઃ ભારત ડોંડા સંગીતકાર: હરમાન મેર સિનેમેટોગ્રાફર: જયેશ કૌશિક કલાકાર: ભારતી ઠક્કર, આકાશ પંડ્યા, પ્રિયમ તલાવિયા, ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા,આશીતોષ સોલંકી, અશોક પટેલ, નિહારિકા દવે ડિજિટલ પ્રમોશન: નેક્સા ઇન્ફોટેક https://in.bookmyshow.com/movies/rajapalayam/malumadi/ET00482595  30 જાન્યુઆરી 2026થી આપનાં નજીકનાં થિયેટરોમાં , દરેક માં ની સંવેદનામાં પરોવાયેલુ પરિવારનું એક અતુટ બંધારણ દર્શાવતી આ ફિલ્મનો આજે જ અનુભવ કરો.  

Wed, 28 Jan 2026 09:40 PM (IST)
 0
સિદ્ધાંત મોશન પિક્ચર્સ રજૂ કરે છે ગુજરાતી સિનેમામાં માતૃત્વની મહેક , 'મલુમાડી'
સિદ્ધાંત મોશન પિક્ચર્સ રજૂ કરે છે ગુજરાતી સિનેમામાં માતૃત્વની મહેક , 'મલુમાડી'

ગુજરાતી સિનેમા એક અવનવી રચનાનું સ્વાગત કરવા જઈ રહ્યું છે, જે માત્ર પડદા સુધી સિમિત નથી, પણ સીધી દર્શકોનાં દિલ સુધી પહોંચે છે. મલુમાડી, સિદ્ધાંત મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત અને વિક્રમ પટોળિયા તથા કિરણ ખોખાણી દ્વારા નિર્મિત, 30 જાન્યુઆરી 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મ કોઈ કલ્પિત નાયિકાની નથી.
ફિલ્મ છે, દરેક ગુજરાતી ઘરની માતાની.

ગુજરાતની મધર ઇન્ડિયાતરીકે ઓળખાવતી મલુમાડી ગુજરાતી માતાઓના નિઃસ્વાર્થ પ્રેમ, અડગ હિંમત અને મૌન બલિદાનને ભાવનાત્મક રીતે રજૂ કરે છે. એવું માત્રુત્વ, જે પોતે પાછળ રહીને પરિવારને આગળ ધપાવે છે.

દિગ્દર્શક મિલન જોશીની સંવેદનશીલ દિગ્દર્શન હેઠળ, મલુમાડી પ્રેમ, ત્યાગ અને પરિવારની એકતાની એવી વાર્તા કહે છે, જે પેઢીઓ સુધી પડઘો પાડે. એક સંપૂર્ણ ક્લીન, કુટુંબ-મૈત્રીપૂર્ણ ફિલ્મ છે , જેમાં લાગણી છે, સંસ્કાર છે અને સત્ય છે.

મલુમાડી એક એવી વાર્તા કહે છે જે દરેક ગુજરાતી ઘરમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે ,
જ્યાં માતા પરિવારનાં ભાવનાત્મક સ્તંભ તરીકે અડીખમ ઉભી રહે છે.

ફિલ્મનો સંવાદ તેની આત્માને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે:
નાત જાતના વાડા કરીને મારા પાપે નથી ભરાવુ

શબ્દો માત્ર સંવાદ નથી ,
છે એક માતાની નૈતિક હિંમત, જે સમાજના ભેદભાવ સામે માનવતાને પસંદ કરે છે.

ફિલ્મ આજના સામાજિક પ્રશ્નોને સંવેદનશીલ રીતે સ્પર્શે છે, અને સાથે સાથે યાદ અપાવે છે કે પરિવારની સાચી શક્તિ એક બીજાનાં પ્રેમમાં છે, વિભાજનમાં નહીં.

ફિલ્મનું સંગીત હરમાન મેર દ્વારા આપવામાં આવ્યુ છે અને ગીતોનાં બોલ કિરણ ખોખાણી દ્વારા લખાયેલા છે. ખાસ કરીને ટાઇટલ ટ્રેક માતૃત્વના પ્રેમ અને મૌન બલિદાનને એટલી રળતાથી વ્યક્ત કરે છે કે સાંભળ્યા બાદ શબ્દો કરતા લાગણી વધુ છલકે છે.

મુખ્ય ભૂમિકામાં ભારતી ઠક્કર નો અભિનય માત્ર જોવા પુરતો નહીં પરંતુ અનુભવ ને પાત્ર છે. તેમની અત્યાર સુધીની સૌથી સંવેદનશીલ અને પ્રભાવશાળી ભૂમિકાઓમાંની એક ગણી શકાય છે.

સાથે મજબૂત કલાકારમંડળ ,
આકાશ પંડ્યા, પ્રિયમ તલાવિયા, ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા, આશીતોષ સોલંકી
અને પીઢ કલાકારો અશોક પટેલ તથા નિહારિકા દવે ફિલ્મની પ્રતિભામાં વધારો કરતા જોવા મળે છે.

સિનેમેટોગ્રાફર જયેશ કૌશિકનો અનુભવ ફિલ્મને વાસ્તવિકતા અને ભાવનાત્મક હૂંફ આપે છે. પ્રોજેક્ટનું સંચાલન પાર્થ નાવડિયા દ્વારા અને પ્રોડક્શન હેડ ભારત ડોંડા દ્વારા કરવામાં આવ્યુ છે.

નિર્માતા વિક્રમ પટોળિયા કહે છે,

મલુમાડી માત્ર ફિલ્મ નથી , તે દરેક ઘરની વાર્તા છે. જ્યાં એક માં શાંતિથી ઘરની બાંધી મુઠ્ઠી રાખે છે જે રીતે એક પરિવારને જોડી રાખે છે. ફિલ્મ એવી બધી માતાઓની ભાવનાને ન્યાય કરતો અમારો એક નાનકડો પ્રયાસ છે.”

નેક્સા ઇન્ફોટેક દ્વારા સંચાલિત ડિજિટલ પ્રમોશન સાથે, મલુમાડીએ સોશિયલ મીડિયા પર પહેલેથી ભાવનાત્મક જોડાણ બનાવી લીધું છે. ટ્રેલરને યુ-ટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ઉત્સાહભર્યા પ્રતિસાદ મળ્યા છે, અને #malumadifilm સતત લોકપ્રિય બની રહ્યું છે.

ટ્રેલર:
https://youtu.be/U_bxfFQ3F6w

ફિલ્મ ક્રેડિટ્સ

પ્રસ્તુત: સિદ્ધાંત મોશન પિક્ચર્સ

નિર્માતા: વિક્રમ પટોળિયા, કિરણ ખોખાણી

દિગ્દર્શક: મિલન જોશી

લેખક અને ગીતકાર: કિરણ ખોખાણી
પ્રોજેક્ટ બાય : પાર્થ નાવડિયા

પ્રોડક્શન હેડઃ ભારત ડોંડા

સંગીતકાર: હરમાન મેર

સિનેમેટોગ્રાફર: જયેશ કૌશિક

કલાકાર: ભારતી ઠક્કર, આકાશ પંડ્યા, પ્રિયમ તલાવિયા, ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા,આશીતોષ સોલંકી, અશોક પટેલ, નિહારિકા દવે

ડિજિટલ પ્રમોશન: નેક્સા ઇન્ફોટેક

https://in.bookmyshow.com/movies/rajapalayam/malumadi/ET00482595 

30 જાન્યુઆરી 2026થી આપનાં નજીકનાં થિયેટરોમાં ,

દરેક માં ની સંવેદનામાં પરોવાયેલુ પરિવારનું એક અતુટ બંધારણ દર્શાવતી ફિલ્મનો આજે અનુભવ કરો.