Twitter Blue આ દિવસે ફરીથી થશે લોન્ચ, માત્ર વાદળી જ નહીં, આ રંગોમાં પણ જોવા મળશે ટીક માર્ક

હવે કંપની ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવાને ફરીથી લૉન્ચ કરવા જઈ રહી છે. પરંતુ, મસ્કે ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખ્યો હોય તેવું લાગે છે. ઈલોન મસ્કએ સ્પષ્ટ કર્યું છે કે ટ્વિટર બ્લુ ફીચર 2 ડિસેમ્બરે રજૂ કરવામાં આવશે.

Nov 28, 2022 - 03:04
 0
Twitter Blue આ દિવસે ફરીથી થશે લોન્ચ, માત્ર વાદળી જ નહીં, આ રંગોમાં પણ જોવા મળશે ટીક માર્ક
Twitter Blue આ દિવસે ફરીથી થશે લોન્ચ, માત્ર વાદળી જ નહીં, આ રંગોમાં પણ જોવા મળશે ટીક માર્ક

ઈલોન મસ્ક ટ્વિટરને લઈને ઘણા ફેરફારો કરી રહ્યા છે. તાજેતરમાં તેણે બ્લુ ટિક માટે પેઇડ સર્વિસ શરૂ કરી છે. પરંતુ, ખોટા ખાતાઓને બ્લુ ટિક મળ્યા બાદ તેને બંધ કરવું પડ્યું. હવે એલોન મસ્ક તેને ફરીથી લોન્ચ કરવાના છે. પરંતુ, આ વખતે તે અપગ્રેડેડ સિસ્ટમ સાથે આવશે.

ઈલોન મસ્ક હજુ પણ સતત ચર્ચામાં છે. ટ્વિટર ખરીદ્યા બાદ તે સતત નવા પ્રયોગો કરી રહ્યો છે. કંપનીએ તમામ યુઝર્સને પેઇડ બ્લુ ટિક આપવા માટે ટ્વિટર બ્લુ લોન્ચ કર્યું છે. આ સાથે, વપરાશકર્તાઓ સબસ્ક્રિપ્શન લઈને ટ્વિટર પર બ્લુ ટિક મેળવી શકે છે. પરંતુ, તેના દુરુપયોગ બાદ આ સેવા બંધ કરવી પડી હતી.

હવે કંપની ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવાને ફરીથી લૉન્ચ કરવા જઈ રહી છે. પરંતુ, મસ્કે ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખ્યો હોય તેવું લાગે છે. ઈલોન મસ્કએ સ્પષ્ટ કર્યું છે કે ટ્વિટર બ્લુ ફીચર 2 ડિસેમ્બરે રજૂ કરવામાં આવશે.

3 પ્રકારની હશે ટીક હશે
આ વખતે કંપની ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન ફીચરને નવી રીતે રજૂ કરશે. ટ્વિટર બિઝનેસ માટે ગોલ્ડ ચેક આપશે, જ્યારે સરકાર માટે ગ્રે ચેક માર્ક આપવામાં આવશે. જ્યારે સામાન્ય લોકો માટે બ્લુ ચેક માર્ક આપવામાં આવશે.

આ વખતે કંપની માત્ર સબસ્ક્રિપ્શન લેવા પર કોઈ ટિક નહીં આપે. મસ્કએ સ્પષ્ટતા કરી હતી કે એકાઉન્ટ માટે ચેક એક્ટિવેટ કરતા પહેલા તેની જાતે જ ચકાસણી કરવામાં આવશે. તેમણે ટ્વિટર બ્લુ લોન્ચમાં વિલંબ માટે માફી પણ માંગી હતી.

8 ડોલર દર મહિને આપવામાં આવશે Twitter Blue
તમને જણાવી દઈએ કે ટ્વિટરે આ મહિને ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન ફીચર રજૂ કર્યું છે. આ કારણે યુઝર્સને દર મહિને $8 ખર્ચવા માટે બ્લુ ટિક આપવામાં આવી રહી હતી. આ પછી ઘણા ફેક પ્રોફાઈલ્સે પૈસા આપીને બ્લુ ટિક લીધી હતી.

આ ફેક એકાઉન્ટ્સ દ્વારા ઘણી નકલી ટ્વિટ કરવામાં આવી હતી, જેના કારણે અસલ એકાઉન્ટ્સને નુકસાન સહન કરવું પડ્યું હતું. જે બાદ ટ્વિટર બ્લુ ફીચરને બંધ કરવું પડ્યું હતું. હવે કંપની તેને નવી રીતે 2 ડિસેમ્બરે લોન્ચ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ગત વખતની જેમ કોઈ મુશ્કેલી નહીં આવે.